આજના સમયમાં ઘણા લોકોમાં લોહીની ઉણપ જોવા મળે છે, તો ક્યારેક ઘણા લોકોનું લોહી જાડું અને ઘણા લોકોનું લોહી પાતળું જોવા મળે છે. જો લોહી જાડું થઈ ગયું તેવા લોકોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા , હૃદયને લગતી સમસ્યા , શરીરમાં લોહી જામી જવાની સમસ્યા, પગની નસો બ્લોક જવી, આંખે અંધારા આવવા આવી ઘણી બધી સમસ્યા જોવા મળે છે.

આ દરેક સમય સ્ત્રી હોય કે પુરુષ બંનેમાં આવી સમસ્યા જોવા મળે છે. જો તમારું લોહી જાડુ છે અને તમારે આ તકલીફથી છુટકારો મેળવવો હોય તો તમારે અહીંયા જણાવેલી ત્રણ વસ્તુઓ ને તમારે વધારે ને વધારે ખાવાની છે જેનાથી તમારું લોહી પાતળું થઇ શકે અને તમે સ્વસ્થ્ય રહી શકો. તો ચાલો જાણીએ આ ત્રણ વસ્તીઓ જે જાડા લોહીને પાતળું કરી શકે છે.

લસણ: લસણ ખાવાથી મોંમાંથી દુર્ગંધ આવે છે જેથી ઘણા લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા પરંતુ રોજ સવારે ઊઠીને એકથી બે કળી લસણ તમારે ચોક્કસ ખાવાનું છે. જો તમે લસણ કાચુ પણ ખાઈ શકો છે પરંતુ તેને શેકીને ખાવો તો પણ વશુ સારું છે. જો તમે ઈચ્છો તો રાત્રે લસણને પલાળીને સવારે ખાવો તો પણ ખુબજ ફાયદાકારક છે.

લસણ આપણા હૃદયની બ્લોકેજ વધી ગઈ હોય, કોલેસ્ટ્રોલ વધુ ગયું હોય, લોહી જાડું થઈ ગયું હોય તેને પાતળું કરવા ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. તમને બીજી વસ્તુ જણાવતા પહેલા જણાવી દઈએ કે જો તમે રોજ સવારે ઉઠીને કસરત, યોગાસન, પ્રાણાયામ કરો છો તો પણ દિવસે દિવસે તમારું લોહી પાતળું થઇ શકે છે. આ ઉપરાંત તમે ફિટ પણ રહી શકો છો.

આદુ: આદુ પણ દરેક ના રસોડામાં આસાનીથી મળી આવતી વસ્તુ છે. ઘણા અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે આદુ ખાવાથી અથવા તો આદુનો રસ પીવાથી, સવાર સવારમાં આદુ ખાવાથી, મધ સાથે આદુ ખાવાથી તમારું જાડુ લોહી પાતળું થાય છે.

આ ઉપરાંત જો તમારા શરીરમાં કોઈ હૃદય ની તકલીફ છે, તો તેનાથી પણ તમને છુટકારો મળે છે. આદુ શરદી ઉધરસ જેવી નાની-મોટી સમસ્યાઓ કરે છે અને ખાસ કરીને આપણી ઇમ્યુનિટીને પાવરફુલ બનાવવા માટે આદુ ખુબજ ઉપયોગી છે.

હવે ત્રીજી વસ્તુ તમને જણાવતા પહેલાં તમને એક વાત જણાઈ દઈએ કે જો તમારે લોહી પાતળું કરવું હોય તો સૌથી પહેલાં તમારા શરીરમાં લોહી ની હેરફેર વધે તે માટે લોહી પાતળું કરવું જરૂરી છે. તો તેના માટે તમારે સવારે 5 થી 15 મિનિટ સુધી અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવો.

અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરવા માટે તમારે એક બાજુથી ઊંડો શ્વાસ લેવાનો, શ્વાસને રોકવાનો અને બીજી સાઇડથી શ્વાસને બહાર કાઢવાનો. દરરોજ આ પ્રાણાયમ કરવાથી તમારા ફેફસા સારી રીતે કામ કરે છે, જેથી ફેફસાંને અંદરથી જે લોહી છે તે વ્યવસ્થિત માત્રામાં હેરફેર કરી શકે.

હળદર: હળદર નો ઉપયોગ રસોડામાં ભરપૂર પ્રમાણમાં થાય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હોય છે, હળદર લોહી પાતળું કરવા માટે પણ ફાયદાકારક છે. હળદરમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટિફંગલ જેવા ઘણા બધા તત્વો અને ઘણી બધી શક્તિ રહેલી છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.

આ ઉપરાંત તે લોહીને પાતળું કરે છે જેથી આપણા હૃદયને લગતી નાની-મોટી સમસ્યાઓથી આપણને છુટકારો મળે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *