દરેક વ્યક્તિના શરીરના વચ્ચેના કેન્દ્ર બિદુંમાં દુંટી હોય છે. જેને નાભિ તરીકે ઓળખવામાં આવે છે. નાભી માં આપણા શરીરની દરેક નસોનું જોડાણ થયેલું છે જેથી શરીરમાં થતા રોગો થી છુટકાળો મેળવવા માટે નાભીમાં ટીપા આ તેલના નાખીને માલિશ કરવાથી ઘણા બધા રોગોમાંથી મુક્તિ મેળવી શકાય છે.
નાભીમાં તેલ રાતે સુવાના પહેલા નાખીને માલિશ કરવાની છે. આપણા શરીરનું બિંદુ એટલેકે નાભીમાં તેલથી માલિશ કરવાથી માથાના વાળથી લઈને પગની પોની સુઘાના દરેક અંગોને સ્વસ્થ અને નિરોગી બનાવી રાખવામાં મદદ કરે છે.
નાભીમાં કયા તેલનો ઉપયોગ કરવો તે પણ જાણવું ખુબ જ જરૂરી છે, જો તમે નાભીમાં સરસવના તેલના બે ટીપા નાખીને માલિશ કરવામાં આવે તો શરીરની કોઈ પણ નસો સુકાઈ ગઈ હોય તો તેને પાછી જીવંત કરે છે અને યોગ્ય રોતે કાર્ય કરવામાં સક્ષમ બને છે.
નાભીમાં બે ટીપા સરસવનું તેલ નાખી માલિશ કરવાના ફાયદા: આંખો સ્વસ્થ રાખે: રાતે સુવાના પહેલા બે ટીપા તેલ નાભીમાં નાખીને સારી રીતે મિનિટ માલિશ કરવામાં આવે તો આંખોનું તેજ વધે છે જેથી આંખોની કમજોરી, ઓછું દેખાવાનું અને આંખોના નંબર પણ ઓછા થાય છે.
ચહેરો ગ્લો કરે: દરેક વ્યક્તિ ચહેરાને સુંદર અને ચમકદાર બનાવવા માટે બ્યુટી પ્રોડક્ટ અને બ્યુટી પાર્લરના સૌથી વધુ ખર્ચ કરતા હોય છે, પરંતુ જો તમે નિયમિત પાને રોજે નાભીમાં તેલની માલિશ કરો છો તો નિસ્તેજ ચહેરા માં જાન આવી જાય છે અને ચહેરા પરની સુંદરતા વધારે છે, રોજે રાતે નાભીમાં તેલની માલિશ કરવાથી વૃદ્ધાવસ્થાના ચિન્હો દૂર થાય છે અને લાંબા સમય સુધી ચહેરાને હેલ્ધી અને જુવાન બનાવી રાખે છે.
પેટના રોગો દૂર થાય: આજના સમયમાં અનિયમિત ખાવાની કેટલીક ખરાબ ટેવોના કારણે વ્યક્તિને પેટને લગતી સમસ્યા થતી રહેતી હોય છે, આ માટે પેટની સમસ્યા હોય તેવા લોકો એ નાભીમાં તેલની માલિશ કરવાથી ગેસ, અપચો અને કબજિયાતમાં રાહત આપે છે.
પિરિયડમાં રાહત આપે: મહિલાઓમાં ઘણી વખત પિરિયડ દરમિયાન ખુબ જ પીડા થતી હોય છે અથવા સમય સર પીરિયડ્સ નથી આવતું તો નિયમિત પણે નાભીમાં તેલની માલિશ કરવાથી પીરિયડ્સ ને લગતી સમસ્યામાં ઘણી રાહત મળે છે.
શરીરનો કચરો દૂર કરે: શરીરમાં ઘણા બધા ઝેરી બેકેટરિયા અને જીવાણુઓ મળી આવે છે જે શરીરમાં વધુ ફેલાવાના કારણે વ્યક્તિના શરીરમાં રોગો થવાનું શરુ થાય છે આ માટે જો તમે નિયમેટ પાને નાભીમાં તેલની માલિશ કરવામાં આવે તો શરીરનો વધારાનો બધો જ કચરો દૂર થાય છે અને શરીરને ઈન્ફેક્શનથી બચાવી સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે.
સાંઘાના દુખાવા દૂર કરે: ઘણા લોકો અવાર નવાર સાંધા ના દુખાવા ઢીચણ ના દુખાવાથી પરેશાન હોય છે તેવા લોકોએ નાભીમાં તેલ નાખીને માલિશ કરવી જોઈએ જે શરીરમાં થતા સાંધા ના દુખાવા કે શરીરના અન્ય ભાગમાં થતા દુખાવામાં રાહત આપે છે.
નાભીમાં તેલની માલિશ કરવાથી મેદસ્વીતા પણું પણ ઓછું કરી શકાય છે, આ માટે જો તમે પણ મેદસ્વીતા પણાના શિકાર હોય તો નાભીમાં તેલની માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે. શરીરમાં લોહીનું પરિવહન ધીમું હોય અને લોહી જામી જવું કે જાડું થવાની સમસ્યા હોય તો નાભીમાં તેલની માલિશ કરવાથી લોહીના પ્રવાહમાં સુધારો થાય છે.
નસોમાં લોહી ના પહોંચવાના કારણે નસો સુકાઈ આથવા બ્લોક થતી હોય તો નાભીમાં તેલ લાગવાથી સુકાયેલ નસોમાં પાછું લોહીનું પરિવહન થવાનું શરુ થઈ નસ ને એક્ટિવ કરે છે. નાભીમાં માલિશ કરવાથી વાળ ખરતા હોય તે ખરતા અટકે છે.