હાથ પગ અને પ્રાઈવેટ ભાગમાં ખંજવાળ આવતી હોય તો માત્ર આ બે વસ્તુમાંથી બનાવેલ તેલ ખંજવાળને મૂળમાંથી ગાયબ કરી દેશે

અત્યારે હાલમાં ગરમીનું ખુબ જ વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે, તેવામાં શરીરમાં ભરપૂર ગરમી ઉત્પન્ન થતી હોય છે, આ માટે આપણે ગરમીથી બચવા માટે વિવિઘ ફળો અને ઘણા બઘા પીણા પણ પીતા હોઈએ છીએ. જે શરીરને ગરમીમાં થડક આપે છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણા શરીરમાં વધારે પરસેવો થતો હોય છે જેને બરાબર સાફ ના કરવામાં આવે તો શરીરના અમુક ભાગ પર ફોલ્લીઓ થતી હોય છે જેના કારણે ખુબ જ ભયંકર ખંજવાળ આવતી હોય છે. પરંતુ ખંજવાળની સમસ્યાને નજર અંદાજ ના કરવી હોઈએ.

ઉનાળામાં ખંજવાળ આવવા જેવી સમસ્યા એક સામાન્ય છે જે ઘણી વખત આપણી કેટલીક બેદરકારીના કારણે પણ થઈ શકે છે, જેમ કે આપણે એક ના એક પરસેવા વાળા કપડાં પહેરવા, સ્નાન કરતી વખતે બરાબર શરીરને સાફ ના કરવું, એક બીજાના પરસેવા વારા કપડાં પહેરવા વગેરે ખંજવાળ આવવાનું કારણ બની શકે છે.

જેને દૂર કરવા માટે બજારમાં ઘણી બઘી ક્રીમ અને દવાઓ પણ મળી આવે છે પરંતુ આજે અમે તમને એક એવી ઔષઘીનો ઉપયોગ કરીને તેલ બનવાનું જે ચામડીના રોગને મૂળમાંથી દૂર કરવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. માટે આજે અમે તમને તેલ બનાવાની રીત અને તેલનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિષે જણાવીશું.

ખંજવાળ દૂર કરવા તેલ બનાવાની રીત: આ માટે તમારે બે વસ્તુની જરૂર પડશે. સૌથી પહેલા તો થોડા તાજા કડવા લીમડાના પાન લઈ લો અને તેને પાણીથી ઘોઈને સાફ કરી લો, ત્યાર પછી 200 ગ્રામ જેટલું કોપરેલ તેલ લેવાનું છે, આ બંને વસ્તુ ની મદદથી આપણે તેલ બનાવાનું છે.

હવે સૌથી પહેલા એક પેનમાં 200 ગ્રામ કોપરેલ તેલ નાખો અને તે તેલમાં કડવા લીમડાના તાજા પાન મિક્સ કરો અને ગેસને ધીમી આંચ પર રાખી ઉકળવા દો, આશરે તમારે 30 મિનિટ જેટલું ઉકળવા દેવાનું છે, પછી ગેસ બંઘ કરી દેવાનો છે. હવે તેલ તૈયાર થઈ ગયું છે. જયારે તેલ ઠંડુ થઈ જાય ત્યારે તેને ગળણીની મદદથી ગાળી લેવાનું છે અને તેને કાચની બોટલમાં ભરવાનું છે.

આ તેલનો ઉપોયગ આપણે દિવસમાં બે વખત કરવાનો છે. સવારે સ્નાન કર્યા પછી અને રાત્રે સુતા પહેલા આ તેલ અસરગસ્ત જગ્યા પર રૂ ની મદદથી લગાવી દેવાનું છે. આ તેલનો ઉપયોગ કરવાથી થોડા જ સમય માં ખંજવાળ જેવી સમસ્યામાં રાહત મળશે.

આ તેલમાં મળી આવતા કડવા લીમડામાં એન્ટી ફન્ગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જે ફંગલ ઈન્ફેક્શન ને દૂર કરવામાં મદદ કરે છે. આ તેલ નો ઉપયોગ કરવાથી ચામડી પર આવતી ખંજવાળ, લાલ લાલ ફોલ્લીઓ થઈ હોય જેવી સમસ્યા માં આ તેલ ખુબ જ ફાયદાકારક છે. શરીરમાં ગમે તેવી ખંજવાળ આવતી હશે તે દૂર થઈ જશે.

આ તેલનો ઉપયોગ કરવાથી ચામડીમાં આવતી ખંજવાળ, પ્રાઈવેટ ભાગમાં આવતી ખંજવાળ, હાથ પાગમ,આ આવતી ખંજવાળ માં આ તેલ ખુબ જ ફાયકારક છે, જેનો ઉપયોગ કરવાથી ચામડીની બીમારીને મૂળમાંથી દૂર કરશે. આ સાથે તમારે કેટલુંક કામ કરવાનું છે.

જેમ કે દિવસમાં બે વખત સ્નાન કરવાનું છે, સ્નાન કરતી વખતે ડોલમાં લીમડાના પાન નાખીને બંને ટાઈમ નાવનું છે, જેથી તમને ખુબ જ ઝડપથી ચામડીનો રોગ દૂર થઈ જશે. સ્નાન કર્યા પછી શરીર આખું કોરું થઈ જાય ત્યાર પછી જ કપડાં પહેરવાના છે.

ઘ્યાનમાં રાખવું કે કપડાં ભીના ના પહેરવા જોઈએ. આ ઉપરાંત તમને ચામડીનો રોગ હોય તો કપડાં અને ઊંઘવાના ગાદલા અલગ રાખવા અને દરરોજ તડકામાં સુકવી દેવા જોઈએ, જો તમે કોઈ પણ કપડાં પહેરો તે પહેલા કપડાને ઈસ્ત્રી કરવી જોઈએ,આ વાતનું ખાસ ઘ્યાન રાખવું જોઈએ. જો ચામડીના રોગની સમસ્યા હોય તો એક બીજાના કપડાં ના પહેરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published.