આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

દરેક વ્યક્તિ માટે પોતાનું શરીર કિંમતી હોય છે પરંતુ ઘણી વાર શરીરમાં નાના મોટા રોગો થાય છે, જે એક કુદરતી ક્રિયા છે. પરંતુ આમાંથી ઘણા રોગો આપણી અમુક ભૂલોને કારણે આવતા હોય છે. ઘણા રોગો વાતાવરમાં થતા ફેરફારને કારણે આવે છે, જયારે અમુક રોગો ઇન્ફેકશનને લીધે ફેલાતા હોય છે.

આ રોગોમાંથી ઘણા રોગો આંતરિક રોગો હોય છે, જયારે અમુક રોગો બાહ્ય રોગો હોય છે. કોઈ પણ રોગ થાય એટલે આપણે અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે પરંતુ જો ચામડીના રોગો થાય અને ધ્યાન ન આપવામાં આવે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તમને જણાવીએ કે ચામડીના રોગો વાતાવરણ કે શરીરમાં ખાવામાં આવતી આદતોને લીધે ફેલાતા હોય છે.

વાતાવરણમાં ઘણી રીતે ચામડીના રોગો ફેલાવાનાં આવા ઘણા કારણો હોય છે. જયારે પણ આવા રોગ થાય ત્યારે તેને મટાડવા માટે ઘણા લોકો ઘણા રૂપિયાનો ખર્ચો કરી લેતા હોય છે, પરંતું આવા રોગો વર્ષોથી શરીરની ચામડી પર જોવા મળે છે. આ રોગો માટે જુદી જુદી જાતના મલમ કે ટ્યુબ વાપરવાથી પણ આ રોગો મટતા હોતા નથી.

ધાધર અને ખરજવા જેવા રોગો ઘણી વખત તો મોઘામાં મોંઘી દવાઓ કરવા છતાં મટતા હોતા નથી પરંતુ આવા રોગોમાં આયુર્વેદિક ઈલાજો ખુબ જ સારું પરિણામ આપે છે. ચામડીના રોગોને આયુર્વેદિક ઈલાજોથી જડમૂળમાંથી દૂર કરી શકાય છે.

આ ચામડીના રોગોના ઈલાજ માટે સૌથી ઉપયોગી અને અસરકારક ઔષધી લીમડો છે. કડવો લીમડો ગામડાં અને શહરેમાં બધી જ જગ્યાએ જોવા મળે છે અને સરળતાથી મળી રહે છે. લીમડો ચામડીના રોગ માટે ખુબ જ ઉપયોગી છે અને જે આયુર્વેદમાં ઊંચુ સ્થાન ધરાવે છે. આ માટે ખાસ તો ધાધર અને ખરજવાના ઈલાજ માટે તે અકસીર ઈલાજ છે.

ચામડીનાં રોગના ઈલાજ માટે કડવા લીમડાની પેસ્ટ બનાવીને ઉપયોગ કરી ધાધર , ખસ, ખરજવું, અળાઈ, જેવા રોગોને જડમૂળમાંથી મટાડી શકાય છે. આ રોગોને મટાડવા માટે લીમડાની પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. આ પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ લીમડાના પાનને પાણીથી સારી રીતે ધોઈ સાફ કરી લેવા. ત્યારબાદ એક વાટકામાં લીમડાનાં પાન અને થોડુ પાણી લઈ, તેને વાટીને પેસ્ટ બનાવી લેવી.

આ પછી એક કપૂરની ગોળી લઇ અને તેનો વાટીને જીણો બારીક પાવડર કરી લેવો. તમને જણાવીએ કે આપણા વડીલો અને ઋષિ મુનિઓએ કપૂરનું મહત્વ ખુબ જ આંકવામાં આવ્યું છે. કપૂર મોટાભાગે હવનમાં ઉપયોગ કરવામાં આવે છે. ઋષિ મુનીઓએ કપૂરનું ખુબજ મહત્વ સમજાવ્યું છે.

ત્યારબાદ ત્રીજી વસ્તુ એલોવેરા લેવી.એલોવેરાને ચામડીના રોગનો રામબાણ ઈલાજ છે. આ માટે સૌ પ્રથમ એલોવેરા લઈને તમે તેને ધોઈ નાખો. આ બાદ તમે તેની ઉપરના કવરને ચપ્પાની મદદથી દૂર કરી લો અને તેની અંદર રહેલી જેલ બહાર કાઢી લો. આમાંથી 4 થી 5 ચમચી જેટલી જેલ એક વાટકામાં ભરી લો. પછી તેને સારી રીતે હલાવી નાખો.

આ જેલમાંથી ત્રણ ચમચી જેટલી એલોવીરા જેલ લેવી અને તેમાં લીમડાની બનાવેલી બે ચમચી જેટલી લીમડાની પેસ્ટ ઉમેરો. આ પછી તેમાં કપૂરની ગોળીનો બારીક કરેલો પાવડર ઉમેરી લો. આ પછી ત્રણેય વસ્તુને ધીમે ધીમે સારી રીતે મિક્સ કરી લેવી.

આ પછી આ બનાવેલી પેસ્ટને ચામડીના ખંજવાળ વાળા ભાગમાં, કે ધાધરની જ્યાં સમસ્યા હોય તેવા ભાગમાં લગાવી લો. આ પેસ્ટને કોઈ કપડાની મદદથી કે હાથની મદદથી ધીરે ધીરે લગાવો. આ પેસ્ટ સુકાઈ જાય ત્યાં સુધી તે ભાગ પર રહેવા દો. આ રીતે આ પેસ્ટ બનાવી અને તેનો ઉપયોગ કરવાથી ચામડીની સમસ્યાઓ ઠીક થઇ જાય છે.

જયારે પણ આવી સમસ્યા થાય છે ત્યારે ધ્યાનમાં રાખો કે જે જગ્યા પર ચામડીનો રોગ થયો હોય ત્યાં સાબુ, શેમ્પુ કે ક્રીમ જેવી કેમિકલ યુક્ત વસ્તુઓ લગાવવી નહિ. આ કેમિકલ યુક્ત વસ્તુઓ સમસ્યામાં વધારો કરી શકે છે અને દવાના પ્રભાવને પણ ઘટાડે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *