અત્યારના સમયમાં ઘણા લોકોને રાત્રે મોડા સુઘી ઊંઘ ના આવવાની સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે. ઘણી વખત વઘારે પડતો તણાવ, ચિંતા જેવી સમસ્યા હોવાના કારણે શરીરને પૂરતું ઊંઘ મળતી નથી. જેના કારણે ઊંઘનો સમય બદલાઈ જાય છે.
આવી પરિસ્થિતિમાં રાત્રે મોડા સુધી પણ ઊંઘ આવતી નથી. મોડા સુઘી ઊંઘ ના આવવાના કારણે આપણા સ્વાસ્થ્ય પર તેની ઘણી અસર પડી શકે છે. ઊંઘ ના આવવાના કારણે આંખો ઘેરાયેલી અને થાકેલી હોય તેવું લાગે છે.
જો શરીરને પૂરતું ઊંઘ નહીં મળે તો શારિરી અને માનસિક બંને રીતે નુકસાન થઈ શકે છે. એવામાં આવી સમસ્યા ઉભી ના થાય તે માટે ઊંઘ લેવી જરૂરી છે. માટે આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેનો ઉપયોગ કરીને તમે ઘસઘસાટ સુઈ જશો.
સમય નિશ્ચિત કરો: સારી ઊંઘ મેળવવા માટે એક ઊંઘવાનો સમય નક્કી રાખવો જોઈએ. જો તમે 10 વાગ્યાનો સમય નક્કી કરો તો દરરોજ 10 વાગે એટલે સુઈ જવું. આવી રીતે કરવાથી તમને રાત્રે ક્યારેય ઊંઘ ના આવવાની સમસ્યા દૂર થઈ જશે. સારી ઊંઘ આવવાથી માનસિક તણાવ પણ દૂર થશે.
રૂમમાં અંઘારું રાખવું: જો તમે ઊંઘવાની તૈયારી કરતા હોય તો તમારે સુવાના સમયે તમારે લાઈટ બંધ કરી દેવી અને એક દમ અંઘારું કરી દેવું. આમ કરવાથી તમને ઝડપથી અને પાંચ મિનિટમાં જ ઊંઘ આવી જશે. આ ઉપરાંત સૂતી વખતે તમારો મોબાઈલ દૂર રાખવો. મોબાઈલ જોડે લઈને ના સૂવું જોઈએ.
મેડિટેશન કરવું: આખો દિવસ કામ કરીને આપણું શરીર અને મગજ બંને થાકી જતું હોય છે. તેવામાં શરીર અને મગજને શાંત કરવા જોઈએ. આ માટે સુવાના 10 મિનિટ પહેલા મેડિટેશન કરવું જોઈએ. જેથી સારી અને માત્ર 5 મિનિટ માંજ ઊંઘ આવી જશે.
ૐ નું ઉચ્ચારણ કરવું: જો તમને ગમે તેટલા થાકી ગયા હોય અને તમને મગજમાં વિચારો આવતા હોય અને ઊંઘવાના સમયે જો ઊંઘ ના આવતી હોય તો દરરોજ સુવાના 5 મિનિટ પહેલા ૐ નામનું ઉચ્ચારણ કરવું જોઈએ. જેથી માત્ર 120 સેકન્ડમાં જ ઘસઘસાટ ઊંઘ આવી જશે. ૐ નામનું ઉચ્ચારણ કરવાથી આપણું મગજ શાંત થાય છે. આ આપણા સિવાય રાત્રે ખરાબ સપના આવતા હોય તો તે પણ આવતા બંઘ થઈ જશે. ૐ નું ઉચ્ચારણ કરવાથી તન, મન અને ઘનની પ્રાપ્તિ પણ થાય છે.
હળવું ભોજન લેવું: સુવાના બે કલાક પહેલા ભોજન ગ્રહણ કરી લેવું જોઈએ. જો તમે ભોજન કરવા બેસો તો વધારે પ્રમાણમાં ભોજન કહેવું જોઈએ વધારે ભોજન ખાવાથી પેટમાં અકળામણ થાય છે જેના કારણે ઊંઘ આવતી નથી. માટે રાત્રિનું ભોજન હંમેશા હળવું જ લેવું જોઈએ. જેથી સારી ઊંઘ આવે.
યોગા કરવા: યોગા કરવાથી આપણું શરીર હંમેશા ફિટ અને હેલ્ધી રહે છે. માટે દરરોજ સવારે ઉઠીને 20 મિનિટ યોગા કરવા જોઈએ. આ વર્ક આઉટ ને દિવસની શરૂઆત માં કરશો તો તમારો આખો દિવસ સારો જશે અને રાત્રે ઊંઘ પણ સારી લાવવામાં મદદ કરશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.