સારી ઊંઘ આવવા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. પરંતુ આજના સમયમાં ઘણા લોકો વધારે પડતા કામના ટેંશન માં ખુબ જ તણાવ માં રહેતા હોય છે જેના કારણે ઊંઘ આવતી નથી અને રોજિંદા જીવનશૈલીમાં ઘણા બધા બદલાવ આવી શકે છે.
અપૂરતી ઊંઘ આપણા આરોગ્યને નુકસાન પહોચાડી શકે છે, માટે સારી ઊંઘ લેવાનો પ્રયત્નો કરવા જોઈએ. આપણી એવી ખરાબ ટેવ હોય છે જેના કારણે આપણે ઊંઘવા માટે પથારીમાં પડીએ તો પણ ઉંધી નથી શકતા. ઊંઘ ના આવવા ના ઘણા બધા કારણો છે.
જેમ કે, રાત્રીના ભોજનમાં ભારે ખોરાક ખાવો, રાત્રિનું ભોજન વધારે ખાઈ લેવું, રાતે સુતા પહેલા વધારે મોબાઈલ યુઝ કરવો, લેપટોપનો મોડાસુધી ઉપાયોગ કરવો, ભોજન પછી તરત સુઈ જવું જેવા અનેક કારણોના લીધે રાતે પથારીમાં સુવા જઈએ ત્યારે ઊંઘ આવતી નથી.
રાત્રે સારી અને ધસધસાટ ઊંઘ મેળવવા માટે આપણે કાંઈ ટ્રીક અપનાવવી જોઈએ તેના વિષે જણાવીશું, આ ટ્રિકને રોજિંદા જીવન શૈલીમાં સમાવેશ કરવામાં આવે તો ઊંઘ ના આવવાની સમસ્યાથી છુટકાળો મેળવી શકશો.
સૌથી પહેલા તો રાત્રિનું ભોજન હળવું લેવું જોઈએ જેથી આપણે જે ખોરાક ખાધો છે તે ખુબ જ આશાનીથી પચી જાય. ખાસ ઘ્યાન માં રાખવું કે રાત્રીના ભોજનમાં મેંદા વાળી વસ્તુ અને ચરબી યુક્ત આહારથી દૂર રહેવું જોઈએ, ખોરાક હળવુ લેવાથી આપણા પાચન તંત્ર પર જોર પડતું નથી જેના કારણે તે ખોરાક આસાનીથી પચે છે જેથી રાત્રે સારી ઊંઘ લાવવામાં ખુબ જ મદદ કરશે.
ભોજન કર્યા પછી ઘણા લોકોને સુવાની ટેવ હોય છે પરંતુ સુવા કરતા 20-25 મિનિટ વોકિંગ કરવું જોઈએ જેથી આપણી પાચનક્રિયા ઝડપી બને અને તે ખોરાક ને ઝડપી પચાવી દેવામાં મદદ કરશે. માટે રાત્રીના ભોજન પછી સુવાની જગ્યાએ ચાલવાનું રાખવું જોઈએ.
દિવસ દરમિયાન પાણી ઓછું પીવાના કારણે શરીર ડીહાઇડ્રેટ રહે છે જેના કારણે રાત્રે સુવામાં ઘણી મુશ્કેલી થતી હોય છે, આ માટે રોજે ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી પીવું જોઈએ જેથી શરીર હાઈડ્રેટ રહે અને રાત્રે સુવામાં પણ કોઈ મુશ્કેલી ના પડે.
ભોજન પછી ઘણા લોકોને કેફીન યુક્ત પદાર્થ પીવાની આદત હોય છે જે ઊંઘને બગડાવામાં મદદ કરે છે. માટે રાત્રીના ભોજન પછી કોઈ પણ પ્રકારના કેફીન યુક્ત પદાર્થ નું સેવન ના કરવું જોઈએ. આ ઉપરાંત ઘણા લોકોને રાત્રે મોડા સુધી મોબાઈલમાં ગેમ અથવા મુવી જોવાનો શોખ હોય છે જેના કારણે પણ રાત્રે સુવા જઈએ ત્યારે ઊંઘ આવતી નથી.
માટે આપણે સુવાના 30 મિનિટ પહેલા મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ, જેથી ખુબ જસ સારી ઊંઘ મેળવવામાં મદદ મળશે. જો રાતે ઊંઘ આવી ના હોય અને મગજમાં ખુબ જ વિચારો આવતા હોય ટેંશન માં હોય તો 10-15 મિનિટ એક રૂમમાં શાંત જગ્યાએ બેસીને ઘ્યાન કરવાનું છે.
માત્ર 10-15 મિનિટ ઘ્યાન કરવાથી મન શાંત થઈ જશે અને ખુબ સારી ઊંઘ આવશે. ઘ્યાન કરતી વખતે આપણું ઘ્યાન શ્વાસ પર જ રેહવું જોઈએ. મગજમાં કોઈ પણ વિચારો લાવવા નહીં. આ રીતે ઘ્યાન કરવામાં આવે તો માત્ર 5 મિનિટ માં મગજના વિચારો દૂર થઈ જશે અને ધસધસાટ ઊંઘ આવી જશે.