આપણા દરેકના ઘરે ટામેટા આસાનીથી મળી આવે છે. દરેકના ઘરે ટામેટા નો ઉપયોગ શાક બનાવવા, જ્યુસ અને સલાડના રૂપમાં કરવામાં આવે છે. ટામેટા નું સલાડ બનાવીને તેમાં સંચર નાખીને સેવન કરવામાં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ટામેટામાં વિટામિન-સી, પોટેશિયમ, ફાયબર, લાઈકોપીન મળી આવે છે. ટામેટાના જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં જમા થયેલ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. ટામેટાનું સેવન કરવાથી વજન પણ કંટ્રોલ કરી શકાય છે.
ટામેટાને ગરમ કરવામાં આવે તો પણ તેમાં રહેલ વિટામિન અને પોષક તત્વોનો નાશ થતો નથી. જેના કારણે ટામેટાનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા પણ થાય છે. આજે આ આર્ટિકલમાં ટામેટાના જ્યૂસનું સેવન કરવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
1. દરરોજ બાળકોને ટામેટાનું સેવન કરાવવું જોઈએ જેથી તેમનો વિકાસ ખુબ જ સારો થાય છે. આ ઉપરાંત બાળકોને ટામેટાના રસનું સેવન પણ ફાયદાકારક છે. ટામેટાનું સેવન કરવાથી લોહીમાં વધારો થાય છે.
2. શરીરમાં મોટાપાની સમસ્યાથી છુટકાળો મેળવવા માટે ટામેટાનું સેવન ફાયદાકારક છે. જો શરીરમાં ચરબીનું પ્રમાણ વઘારે હોય તો દરરોજ સવારે અને સાંજે એક એક ગ્લાસ ટામેટાનો જ્યુસ પીવામાં આવે તો ચરબી ઓછી થાય છે અને વજન કંટ્રોલમાં આવી જાય છે.
3. ટામેટાનું સેવન કરવાથી વા ના દર્દી માટે પણ ફાયદાકારક સાબિત થશે. આ માટે સૌથી પહેલા એક ગ્લાસ ટામેટાનો જ્યુસ બનાવી દેવો, ત્યાર પછી તેમાં સૂંઠ અને અજમાનો ચૂરણ નાખીને જ્યુસ તૈયાર કરો. આ જ્યૂસનું સેવન સવારે અને સાંજે 7થી 10 દિવસ કરવાથી વા માં રાહત મળે છે.
4. ગર્ભવતી મહિલા માટે: જો કોઈ પણ મહિલા ગર્ભવતી હોય તેમના માટે ટામેટાનો જ્યુસ વરદાન સમાન છે. કારણકે તે જ્યૂસનું સેવન કરવાથી ગર્ભ માં રહેલા બાળકનો વિકાસ સારો થાય છે. આ ઉપરાંત ટામેટાને સલાડ બનાવીને પણ ખાવાથી ઘણો ફાયદો મળે છે.
5. પેટનીસમસ્યા રાહત મેળવવા માટે પણ ટામેટા ના જ્યૂસનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. આ જ્યુસનું સેવન નિયમિત કરવાથી ખાઘેલ ખોરાકને આશાનીથી પચાવવામાં મદદ કરે છે. જેના કારણે પેટ સાફ રહે છે અને ગઈ, અપચો, કબજિયાત ની સમસ્યા થતી નથી.
6. ટામેટાના જ્યૂસનું સેવન કરવાથી ચહેરા પરની ચમક વઘે છે. માટે ટામેટાનો જ્યુસ બનાવીને તેમાં સિંઘાલુ નમક, કાળાંમરીનો પાવડર મિક્સ કરીને સેવન કરવું. દરરોજ આ જ્યૂસનું સેવન કરવાથી શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને ચહેરા પરની કરચલી દૂર થાય છે અને ચહેરો મુલાયમ અને સોફ્ટ થાય છે.
7. જો નિયમિત પણે ટામેટાનો સલાડ અને ટામેટાના જ્યુસનું સેવન કરવામાં આવે તો અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે. જેવા કે, પેશાબમાં થતી બળતરા, ડાયાબિટીસ અને જુના માં જૂની કબજિયાત હોય તો તેને પણ આ જ્યૂસનું સેવન કરવાથી રાહત મેળવી શકાય છે.