વજન ઓછું કરવાની ટિપ્સ: પેટની વધી ગયેલ ચરબી શરીરના આકારને તો બગાડે છે સાથે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ પણ લાવી શકે છે. આ માટે પેટની વધી ગયેલ ચરબીને ઓછી કરવી જોઈએ, જેથી અનેક પ્રકારના રોગો થવાથી બચાવશે.
પેટની ચરબી અને વજન ને ઓછું કરવા માટે મોટાભાગે લોકો જિમ માં કસરત કરવા જતા હોય છે, સાથે ડાયટ પણ કરતા હોય છે, ઘણા લોકો વજન ને ઓછું કરવા માટે દિવસમાં એક જ વખત ખાતા હોય છે, તેમ છતાં પણ તે વજન ને ઓછું કરવામાં સફળતા મેળવી શકતા નથી.
વ્યક્તિની ખાવાની કેટલીક ખરાબ ટેવ ના લીધે પણ પેટની ચરબી વધતી હોય છે. જેથી ફાંદ પણ બહાર આવવા લાગે છે, પેટની ચરબીને દૂર કરવા માટે વધારે પૈસા બગડ્યા વગર રોજે આ 6 કામ કરી લો પેટની ચરબી ને બરફના જેમ ઓગાળી વજન ને નિયત્રંણમાં લાવી દેશે.Vajan Ochu Karvani Tips
રોજે આ 6 કામ કરો :
હૂંફાળું પાણી પીવો: સવારે ખાલી પેટ હૂંફાળું ગરમ પાણી પીવું તે પેટને અંદર લઈ જવા માટે ખુબ જ ફાયદાકારક છે. તે પાણી પીવાથી પેટ માં જમા થયેલ ચરબી ધીરે ધીરે ઓછી થાય છે. પરંતુ જો તમે હૂંફાળા પાણીમાં લીંબુ મિક્સ કરીને પીશો તો તે વધારે ફાયદકારક સાબિત થશે.
તને દરરોજ પીવાથી પાચનક્રિયા સારી થશે. તે શરીરમાં ભરપૂર એનર્જી આવશે અને ઉર્જાવાન બનાવી રાખશે. ઈમ્યુનિટીને વધારવામાં ખુબ જ લાભદાયક છે. વજન ધટાડવા માટે અને શરીરમાં થતા નાના મોટા રોગોથી બચાવે છે.
મોર્નીગ વોક: દરરોજ વહેલી સવારે ચાલવું દોડવું અથવા પેટની હળવી કસરત કરવી એ પેટની ચરબી ધટાડવા માટેનો અસરકારક ઉપાય છે. રોજે આ રીતે મોર્નીગ વોક કરવાથી થોડા દિવસમાં પેટની ચરબી ઓગળવા લાગશે અને વજન ને ઓછું કરશે. પાચનક્રિયાને યોગ્ય અને મજબૂત બનાવે છે.
મોડી રાતે ના ખાવું: મોડી રાતે ખાવું તે પેટની ચરબી વધવાનું મુખ્ય કારણ છે. આ માટે રાતે સુવાના 2-3 કલાક પહેલા ભોજન ગ્રહણ કરી લેવું જોઈએ. આ ઉપરાંત રાત્રિનું ભોજન હંમેશા હળવું લેવું જોઈએ. રાત્રિનું ભોજન ભૂખ કરતા ઓછું ખાવું અને પેટ ભરીને ના ખાવું.
રાત નું વોકિંગ: રાત્રિના ભોજનથોડા સમય પછી રોજે એક કલાક જેટલું ચાલવું જોઈએ. જે ખોરાકને ઝડપી પચાવવા માં મદદ કરશે. રોજે રાત્રીના ભોજન પછી ચાલવાથી પેટની ચરબી ઓગાળવામાં મદદ કરશે.
થોડું થોડું ખાવું: જો તમે પણ એક જ વખતમાં ભરપેટ ખાઈ લો છો તો એ આદતને સુધારવી જોઈએ તમે ખોરાકને ત્રણ કલાકના અંતરે થોડું થોડું ખાઓ, તેનાથી તમારું પેટ પણ ભરેલું રહેશે જેથી ખાવાની ઈચ્છા ઓછી રહેશે જે પેટની ચરબી ધટાડવામાં મદદ કરશે. બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડ જેવા ચરબી યુક્ત અને મેંદાવાળી વસ્તુઓ ખાવાનું ટાળો.
નૌકાસન યોગ : વધી ગયેલ પેટ અને પેટની ચરબી ઓછી કરવા માટે નૌકાસન યોગ ખુબ જ સારો વિકલ્પ છે. દરરોજ નૌકાસન યોગ 15-20 મિનિટ કરવાથી પેટમાં જમા થયેલ ચરબી ઝડપથી ઓગળી જશે. જેથી શરીર સ્વસ્થ, તંદુરસ્ત અને હેલ્ધી રહેશે.
જો તમારે પણ વધારે પૈસાના ખર્ચ વગર જ પેટની ચરબી ઓછી કરી વજન ને નિયત્રંણમાં લાવવું છે તો આ 6 કામ રોજે કરવાનું શરુ કરી દેવું જોઈએ. જે બે મહિનામાં 36 ની કમર 30 ની કરી દેશે જેથી ફિટ અને સ્કીમ દેખાશો. Vajan Ochu Karvani Tips