આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

દરેક વ્યક્તિ બહારનું ખાવાના ખુબ જ શોખીન હોય છે. પરંતુ બહારનુ ચીજ, પફ વગેરે ખાવાથી તે ઝડપથી પચતું નથી. જેના કારણે અડઘો ખોરાક પચવાનો રહી જાય છે. આ ઉપરાંત ખોરાક ના પચવાના કારણે પેટ ભારે ભારે લાગતું હોય છે.

ખોરાક લાંબા સમય સુઘી રહેવાથી તે સડવા લાગે છે અને વઘારે ખોરાક જમા થઈ જવાથી પેટમાં ચરબી જમા થાય છે અને પેટ બહાર આવવા લાગે છે. આ ઉપરાંત ખોરાક ના પચવાના કારણે કબજિયાત અને ગેસ થવાની સમસ્યા પણ વધુ રહેતી હોય છે.

મોટાભાગે તમે જોયું જ હશે કે જે,નું વજન વધારે હશે તે વ્યક્તિ કબજીયાતની સમસ્યાથી પીડાતો હોય છે. આજના સમયમાં મોટાભાગે ઘણા લોકો તેમના વજન વઘારા કારણે ઘણા ચિંતિત હોય છે. જમવાનું અનિયમિત અને બહારના ભોજન વધારે લેવાના કારણે વજનમાં વઘારો થઈ શકે છે.

હેલ્થ નિષ્ણાત અનુસાર જણાવ્યું છે કે વજનને કંટ્રોલમાં રાખવું હોય તો પુષ્કર પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ. જેથી આપણું આખું શરીર ડીટોક્સ થાય છે અને વજન પણ ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત ખોરાકને પચાવામાં મદદ કરે છે.

વજન ને કંટ્રોલમાં લાવવા ઉપરાંત શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે આજે અમે તમને કેટલાક ડ્રિન્ક વિશે જણાવીશું જેનું સેવન નિયમિત કરવાથી વજન અને ચરબી તો ઓછી થશે સાથે શરીરને પણ તંદુરસ્ત બનાવી રાખશે.

મઘ અને તજનું ડ્રિન્ક: તજ અને મઘનું ડ્રિન્ક આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આ ડ્રિન્કમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા મહત્વ પૂર્ણ તત્વ મળી આવે છે. ડ્રિન્ક બનાવવા માટે એક ગ્લાસ પાણીને ગરમ કરીને ઉતારી લો ત્યાર પછી તે પાણીમાં એક ચમચી મઘ અને અડધી ચમચી તજ પાવડર મિક્સ કરીને હલાવીને પી જવું.

આ ડ્રિન્કનું રાત્રે સુવાના 30 મિનિટ પહેલા પી જવું. આ ઉપાય 15 થી 20 દિવસ કરશો એટલે ચરબીને દૂર કરશે અને તમારું વજન આશરે 3 કિલો જેટલું ઘટાડી દેશે. આ પીણાંનું સેવન કરવાથી ખોરાકને પચાવવા માં મદદ પણ કરે છે.

કાકડીનઅને ફુદીનાનું ડ્રિન્ક: કાકડી માં ભરપૂર માત્રામાં પાણી મળી આવે છે. જે શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ ડ્રિન્ક બનાવવા માટે કાકડીના ટુકડા કરી લો, તેમાં થોડા ફુદીનાના પણ મિક્સ કરીને મિક્સર માં પીસી લો. ત્યાર પછી એક ગ્લાસ આ ડ્રિન્ક પી જવું.

આ ડ્રિન્કનું નિયમિત સેવન કરવાથી આસાનીથી પેટની ચરબીને ઘટાડીને વજન ઘટાડી શક્ય છે. આ ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વોને બહાર નીકાળવામાં મદદ કરે છે.

આદું અને લીંબુનું સુપર ડ્રિન્ક: આદુ અને લીંબુ બને આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. આ ડ્રિન્ક બનાવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી આદું(સૂંઠ) પાવડર મિક્સ કરો. આ ડ્રિન્કનું નિયમિત સેવન રાત્રે સુવાના 40 મિનિટ પહેલા પી જવાનો છે.

આ ડ્રિન્કનું સેવન કરવાથી શરીરમાં રહેલ બધી ગંદકીને દૂર કરે છે. આ ઉપરાંત ખાઘેલ ખોરાકને પચાવવામાં મદદ કરે છે. પેટમાં જામેલ ચરબી અને વજન ને ઘટાડે છે. આ ઉપરાંત આ ડ્રિન્કનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે.

જો તમે પણ વજન અને ચર્બીએ ધટાડવા માંગો છો તો ઉપર જણાવેલ ડ્રિન્કનું સેવન કરીને વજન ને ચરબીને ઘટાડી શકો છો. આ ઉપરાંત શરીરમાં રહેલ હાનિકારક તત્વોને દૂર કરવામાં પણ આ ડ્રિન્ક ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *