આજના સમયની બેઠાડી જીવનશૈલીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ પ્રકારના ગંભીર રોગો થવાનું જોખમ બમણું થઇ ગયું છે. જે લોકો પોતાનો મોટાભાગનો સમય બેસીને અને સૂઈને પસાર કરે છે તે લોકોને ઘણી બીમારીઓ થવાનું જોખમ રહે છે.

આવી સમસ્યાઓથી બચવા માટે તમામ લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની દિનચર્યામાં ઓછામાં ઓછા બે થી ત્રણ પ્રકારના યોગાસનોને સામેલ કરો. યોગાસન માત્ર શરીરને સક્રિય રાખવામાં મદદરૂપ નથી, પરંતુ તેની આદત તમને તમામ પ્રકારના રોગોના જોખમથી સુરક્ષિત રાખવામાં પણ મદદરૂપ છે.

યોગ નિષ્ણાંતોના મતે તમામ નાની ઉંમરના લોકોથી લઈને મોટી ઉંમરના દરેક લોકોએ પોતાની દિનચર્યામાં યોગાસનનો સમાવેશ કરવો જ જોઈએ. વજ્રાસન યોગ એક એવો અભ્યાસ છે જેને કરવાથી નાનાથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ સરળતાથી સ્વાસ્થ્ય લાભ મેળવી શકે છે.

વજ્રાસન યોગને શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવાનો અભ્યાસ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ વજ્રાસનના ફાયદાઓ વિશે.

વજ્રાસન યોગનો અભ્યાસ કેવી રીતે કરવો? વજ્રાસન યોગનો અભ્યાસ શરીર માટે એકદમ આરામદાયક અને અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. વજ્રાસન દરેક વય જૂથના લોકો દ્વારા સરળતાથી કરી શકાય છે.

આ યોગ કરવા માટે સૌથી પહેલા ઘૂંટણ પર બેસીને પગના નીચેના ભાગને પાછળની તરફ ફેલાવો. તમારા પગની ઘૂંટી પર બેસો અને તમારી કમર અને માથું સીધુ રાખો. હવે તમારી આંખો બંધ કરો અને તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. શાંત મુદ્રામાં આ યોગનો અભ્યાસ વ્યક્તિની ક્ષમતા અનુસાર 10-15 મિનિટ સુધી કરી શકાય છે.

વજ્રાસન યોગના ફાયદા શું છે? વજ્રાસન યોગ શ્રેષ્ઠ પાચન સ્વાસ્થ્ય જાળવવા, પેટ સંબંધિત તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઉત્તમ વિકલ્પ છે. વજ્રાસન યોગ સ્વાદુપિંડને સ્વસ્થ રાખવા, કમરની આસપાસની ચરબી ઘટાડવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

આ સાથે સાથે વજ્રાસન મનને શાંત અને સ્થિર રાખવામાં મદદ કરે છે. પેટની એસિડિટી અને ગેસ ઘટાડે છે. ઘૂંટણના જૂનામાં જુના દુખાવામાં રાહત આપવા માટે ઉપયોગી છે. જાંઘના સ્નાયુઓને મજબૂત બનાવે છે.

પીઠના દુખાવામાં રાહત આપવામાં મદદરૂપ થાય છે. પેશાબની સમસ્યાઓની સારવાર માટે ફાયદાકારક છે. વજ્રાસન પેટના નીચેના ભાગમાં રક્ત પરિભ્રમણ વધારે છે.સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ છે.

વજ્રાસન યોગની સાવચેતી: વજ્રાસન યોગનો નિયમિત અભ્યાસ શરીર માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે, તેમ છતાં કેટલીક પરિસ્થિતિઓમાં નિષ્ણાતો તેને ન કરવાની ભલામણ કરે છે.

જે લોકોને ઘૂંટણની સમસ્યા હોય, તાજેતરમાં ઘૂંટણની સર્જરી થઈ હોય અથવા જેમને કરોડરજ્જુમાં ખાસ કરીને નીચેના કરોડરજ્જુમાં સમસ્યા હોય, તેઓએ નિષ્ણાતની સલાહ પર જ આ યોગનો અભ્યાસ કરવો જોઈએ.

આંતરડાના અલ્સર, હર્નીયા અથવા આંતરડાની અન્ય કોઈ સમસ્યાથી પીડિત લોકોએ આ યોગનો અભ્યાસ ન કરવો જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *