આજકાલ મોટા ભાગના લોકો ખાવાની ખોટી આદતો અને બગડેલી જીવનશૈલીને કારણે વિટામિન ડીની ઉણપ સામે ઝઝૂમી રહ્યા છે. આપણા દેશમાં સૌથી વધુ તડકો પડવા છતાં આપણા દેશના લોકો વિટામિન ડીની ઉણપ થી પીડાઈ રહ્યા છે.
હાડકાં, સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓને સ્વસ્થ રાખવા માટે વિટામિન ડી જરૂરી છે. શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે અનેક બીમારીઓ થાય છે. વિટામિન ડી શરીરમાં કેલ્શિયમનું શોષણ કરીને સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમને શ્રેષ્ઠ રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, પાચન સંબંધી સમસ્યાઓ પણ વિટામિન ડીની ઉણપ સાથે જોડાયેલી છે.વધુમાં, વિટામિન ડીની ઉણપ ધરાવતા મોટાભાગના લોકો ડિપ્રેશનના લક્ષણોનો અનુભવ કરે છે.આવી સ્થિતિમાં, આ સમસ્યાઓથી બચવા અને શરીરમાં વિટામિન ડીની ઉણપને પૂરી કરવા માટે, તમે આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરી શકો છો.
દૂધ: હાડકાંને મજબૂત કરવા માટે ડૉક્ટરો દૂધ પીવાની સલાહ આપે છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન-ડી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગાયનું દૂધ કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઝિંક અને વિટામિન ડીનો ઉત્તમ સ્ત્રોત છે. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી દિવસ માટે જરૂરી વિટામિન ડીના ચોથા ભાગની પૂર્તિ થાય છે.
મશરૂમઃ– વિટામિન-ડીની ઉણપને દૂર કરવા માટે મશરૂમ એક સારો વિકલ્પ છે. દરરોજ મશરૂમ ખાવાથી શરીરમાં વિટામિન ડીની જરૂરી માત્રા એક દિવસ માટે પૂરી થાય છે. મશરૂમમાં વિટામિન B1, B2, B5 અને કોપર જેવા ખનિજો પણ ભરપૂર હોય છે.
મશરૂમમાં કેલ્શિયમ, વિટામિન્સ સહિત ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેના સેવનથી વિટામિન-ડીની ઉણપ પણ દૂર થાય છે.
સંતરા : સંતરા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થાય છે. તેમાં વિટામિન-સી અને ડી મળી આવે છે. વિટામિન-સી ધરાવતી વસ્તુઓના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સાથે જ સંતરાના સેવનથી વિટામિન-ડીની ઉણપ પણ દૂર થાય છે. આ માટે રોજ સંતરા નો જ્યુસ પીવો.
દહીં: દૂધની જેમ દહીંમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તે પાચન તંત્ર માટે પણ સારું છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દહીં પાચનતંત્ર માટે ફાયદાકારક છે અને રોગપ્રતિકારક શક્તિ વધારીને હાડકાંને મજબૂત બનાવે છે.
જો તમારા શરીરમાં વિટામિન ડી ની ઉણપ હોય તો તમે અહીંયા જણાવેલ વસ્તુને તમારા આહારમાં સમાવેશ કરીએં વિટામિન ડી ની ઉણપ દૂર કરી શકો છો.