ડાયાબિટીસ નું આખું નામ ડાયાબિટીસ મેલાઈટસ (Diabetes Mellitus) છે. જેને આપણે મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો તરીકે ઓળખીએ છીએ. લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય તેને ડાયાબિટીસ કહેવાય છે. ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે.

લોહીમાં સુગરનું સ્તર વધવા લાગે છે. આ રોગ લાંબા સમયે એક મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. જે વ્યક્તિના મૃત્યુનું કારણ બની શકે છે. ડાયાબિટીસ ના રોગ માં શરીરમાં ઇન્સ્યુલિન બનતું નથી અથવા ઓછું બને છે અથવા જે કાંઈ બને છે તે અસરકારક નથી હોતું.

આથી લોહીમાં આવેલ ગ્લુકોઝનું વિતરણ થઇ શકતું નથી. આ ગ્લુકોઝને શરીરના કોષોમાં જવા માટે ઇન્સ્યુલિન જરૂરી છે. ઇન્સ્યુલિનની અછત ના કારણે ગ્લુકોઝ શરીરના કોષો સુધી પહોંચતું નથી. તેના કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવા લાગે છે.

વધારાના ગ્લુકોઝનો સંગ્રહ નથી થઇ શકતો નથી. તેથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી પેશાબમાં ગ્લુકોઝ બહાર આવે છે. ત્યાં સુધી લોહીમાં 180 mg / DL નું પ્રમાણ રહે છે ત્યાં સુધી પેશાબ માં નથી આવતું, પણ 80 mg / DL થી ઉપર જાય છે ત્યાર પછી પેશાબમાં ગ્લુકોઝ જ આવવાનું શરૂ થાય છે.

તંદુરસ્ત વ્યક્તિમાં સવારે ભૂખ્યા પેટે દર 100 ML લોહીમાં આશરે ૭૫ થી ૧૧૫ મિલીગ્રામ જેટલું લોકો ગ્લુકોઝ જોવા મળે છે. ખોરાક લીધા પછી તેમાં છૂટો પડે ગ્લુકોઝ બે-ત્રણ કલાકના સમયમાં જ લોહીમાં ભળી જાય છે. દરરોજ ખોરાક લીધા પછી આશરે અડધા કલાકથી બે કલાક સુધીના સમય દરમિયાન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ વધી જાય છે.

સામાન્ય ખોરાક લીધા પછી બે કલાક પછી તંદુરસ્ત વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ હંમેશા ૧૪૦ mg /DL કરતાં ઓછું હોય છે. તંદુરસ્ત વ્યક્તિના પેશાબમાં સુગર બિલકુલ ન હોવી જોઈએ. ભારતમાં અંદાજે પાંચ કરોડ ૭૦ લાખ લોકો ડાયાબિટીસની બીમારીથી પીડાઈ રહ્યા છે.

દર બે મિનિટે એક વ્યક્તિ ડાયાબિટીસની બીમારીના કારણે મૃત્યુ પામે છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે ટાઈપ 1 અને ટાઈપ 2. ટાઈપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસ માં શું ફરક હોય છે? શરીરમાં ઇન્સ્યુલિન નામના હોર્મોન્સ સાથે બંને પ્રકારના ડાયાબિટીસને સંબંધ હોય છે. શરીરમાં શુગરની માત્રા નું નિયંત્રણ ઇન્સ્યુલિન કરતું હોય છે.

ટાઈપ 1 ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતાં કોષો નાશ પામે છે. અને ટાઇપ 2 ડાયાબિટીસના માં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે અથવા કોષો ઇન્શુલીનનો સબંધે પ્રતિભાવ આપતા નથી.

ટાઈપ 1 ડાયાબિટીસમાં મોટા પ્રમાણમાં બાળકોમાં જોવા મળે છે, પણ હવે બાળકોમાં ટાઇપ 2 ડાયાબિટીસના કેસ પણ બહાર આવી રહ્યા છે. ટાઈપ 2 ડાયાબિટીસ સામાન્ય રીતે વશ લોકોમાં વધારે જોવા મળે છે. ડાયાબિટીસના 10 કેસમાં 9 કેસ ટાઇપ 2 ડાયાબિટીસના જોવા મળે છે. ડાયાબિટીસ થવાનાં ઘણાં કારણો હોય છે. જ્યાં સુધી તમે ડાયાબિટીસ થવાના કારણોને નહીં સમજો ત્યાં સુધી તેનો ઈલાજ કરવો મુશ્કેલ બની જાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *