આરોગ્ય નિષ્ણાત અનુસાર અનેક રોગો સામે લડવા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જ જરૂરી છે. કારણે જો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય તો અનેક રોગ થવાની શક્યતા વઘી જાય છે.

શિયાળાની ઠંડીની ઋતુમાં બીમાર થવાનું જોખમ ખુબ જ વઘી જાય છે.ઘણા લોકો રોગપ્રતિકારક શક્તિ વઘારવા માટે વિટામિનની ગોળીઓ ખાતા હોય છે. પરંતુ દવાઓ લેવાની જરૂર નથી.

જો તમે રોગપ્રતિકારક શક્તિ વઘારવા માંગતા હોય તો તમે યોગ્ય પૌષ્ટિક આહાર લેવો જોઈએ. આ ઉપરાંત યોગ્ય સમયે આહાર લેવો જોઈએ. જેથી તમે ખુબ જ સરળતાથી ઈમ્પ્યુનિટી વઘારી શકો છો.

આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવું એ આપણા જ હાથ માં છે. માટે આજે અમે તમને એવી ત્રણ વસ્તુ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી તમે રોગપ્રતિકારક શક્તિ વઘારી શકશો.

આમળાનું સેવન: રોગપ્રતિકારક શક્તિ વઘારવા માટે વિટામિન-સી આપણા શરીરમાં હોવું ખુબ જ જરૂરી છે. જે આમળામાં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે.

માટે દરરોજ એક આમળાનું સેવન કરવું જોઈએ. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. આ ઉપરાંત તેનું જ્યુસ પણ આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેના જ્યૂસનું સેવન ત્વચાસુંદરતામાં વઘારો થાય છે અને વાળના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

મઘ: આપણા સ્વાસ્થ્ય માટે મઘ ખુબ જ ઉપયોગી છે. દરરોજ માત્ર એક ચમચી મઘનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરી શકે છે. આ ઉપરાંત એક ગ્લાસ પાણીમાં એક ચમચી મઘ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે.

લસણ: લસણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લસણમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા ગુણઘર્મો મળી આવે છે. દરરોજ તેનું સેવન કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં સુઘારો થાય છે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહેશે.

લસણમાં કાર્બોહાઈડ્રેટ જેવો તત્વ મળી આવે છે જેથી શરીરમાં ઉર્જા ભરપૂર મળી રહે છે. માટે દરરોજ સવારે પાણીને ગરમ કરીને તેમાં એક લસણ ની કળી નાખીને સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી સંઘીવાના દુખાવામાં પણ રાહત મળે છે અને હાડકાને પણ મજબૂત કરે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *