આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

નાળિયેર તેલ વિષે તો બધા લોકો જાણતા હશો. નાળિયેર તેલનો આપણે ઘણી બધી રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને તેના ફાયદા પણ ઘણા બધા છે. નાળિયેર તેલ વાળને મજબૂત કરવા સિવાય તે ત્વચા માટે કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે પણ કામ કરે છે. આ ઉપરાંત આપણે તેનો ઉપયોગ મસાજ કરવા માટે પણ કરી શકીએ છીએ છે.

જે મહિલાઓની સ્કિન સંવેદનશીલ અથવા ઓઈલી હોય છે તે પણ આજના સમયે નાળિયેર તેલનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે, કારણ કે તેનું ટેક્ચર ખૂબ જ લાઈટ હોય છે જે સ્કિનમાં સરળતાથી શોષાઈ જાય છે. મસાજ આપણે થાક અથવા તણાવ જેવી વસ્તુઓને દૂર કરવા માટે કરીએ છીએ. મસાજ કરવાથી તમારો થાક તરત જ દૂર થાય છે.

આ ઉપરાંત સારી રીતે હળવા હાથે માલિશ કરવાથી શરીરને આરામ મળવાની સાથે મનને એક સુકુન મળે છે. પરંતુ જ્યારે આપણે મસાજ કરવાનું વિચારીએ છીએ ત્યારે આપણને સમજાતું નથી કે આપણે માલીશ કરવા માટે કયું તેલ વાપરવું જોઈએ.

જો તમે પણ જાણતા નથી તો તમને જણાવીએ કે તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો જે શરીરને આરામ આપવા સિવાય ત્વચાને લગતી સમસ્યાઓને પણ દૂર કરે છે. આ માટે જાણવું જરૂરી છે નારિયેળ તેલનો ઉપયોગ આપણે ચહેરાની મસાજથી લઈને બોડી મસાજ માટે કઈ રીતે કરી શકીએ છીએ. તો ચાલો જાણીએ.

ચહેરા પર મસાજ : તમે નાળિયેર તેલથી ચહેરા પર મસાજ કરી શકો છો કારણકે નારિયેળ તેલ ચહેરા મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરવાની સાથે તે ત્વચાને પણ ટાઈટ કરે છે. આ ઉપરાંત નાળિયેર તેલ તમારી વધતી ઉંમરની સાથે કરચલીઓ અને બીજી ઘણી બધી સમસ્યાઓને દૂર કરે છે.

જો તમે ઈચ્છો છો કે તમે પણ નારિયેળ તેલથી માલિશ કરો તો તમારે નારિયેળ તેલ અને ગુલાબજળને મિક્સ કરવું. ત્યારબાદ તેને તમારા ચહેરા પર લગાવવું અને ગોળ ગોળ ગતિમાં 5 થી 7 મિનિટ માટે મસાજ કરો. ત્યારબાદ તેને એક કલાક માટે આમ જ છોડી દો અને પછી તેને ઠંડા પાણીથી સાફ કરી લો.

માલિશ કર્યા પછી સ્ટીમ લો અને પછી 12 થી 17 મિનિટ રાહ જોઈને પછી ઠંડા પાણીથી ચહેરો ફરીથી સાફ કરો. તમારે અઠવાડિયામાં એકવાર આ પ્રક્રિયા કરવાની છે અને બની શકે તો આ પ્રક્રિયા સ્નાન કરતા પહેલા કરો.

માથાની મસાજ કરો : નાળિયેર તેલથી તમે માથાની માલિશ પણ કરી શકો છો જે આપણામાંથી ઘણા લોકો કરતા હશે. નાળિયેર તેલથી માથાના સ્કેલ્પ પર મસાજ કરવાથી વાળ હેલ્ધી રહે છે અને તણાવ પણ દૂર થાય છે. આજના સમયમાં મોટાભાગના લોકોમાં તણાવની અસર ખૂબ જ નાની ઉંમરે જોવા મળે છે આથી તમારે તમારી દિનચર્યામાં સ્કેલ્પ મસાજ જરૂર કરવી જોઈએ.

નાળિયેર તેલથી માથાની માલીશ કરવા માટે તમે નારિયેળ તેલને ગરમ કરી શકો છો અને જો તમે ઇચ્છો તો તેમાં બીજી વસ્તુઓ પણ ઉમેરી કરી શકો છો. ત્યારબાદ હૂંફાળા નારિયેળ તેલથી માથાની ચામડી પર સારી રીતે ધીરે ધીરે મસાજ કરો. જો તમને ઊંઘ નથી આવતી, અનિંદ્રાની સમસ્યા છે અથવા તો મોડી રાત્રે ઊંઘ આવે છે તો તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર નારિયેળ તેલથી માલિશ કરો.

બોડી મસાજ : બોડી મસાજ માટે તમે ઘણા બધા તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ જો તમે નાળિયેર તેલનો ઉપયોગ કરો તો તે વધારે સારું છે. બોડી મસાજ માટે બોડીને નારિયેળ તેલથી માલિશ કરીને થોડીવાર માટે સૂર્યના પ્રકાશમાં સૂઈ જાઓ. આમ કરવાથી તમને ઘણો આરામ મળશે.

અહીંયા એક વાતનું ધ્યાન રાખો કે વધુ પડતા સૂર્યપ્રકાશમાં સુવાનું નથી, કારણકે વધુ પડતા તડકામાં સૂવાથી તમારી બોડીને નુકશાન થઇ શકે છે. બની શકે તો સ્નાન કરતા પહેલા બોડી મસાજ કરવાનો પ્રયત્ન કરો.

જયારે પણ વધુ ચાલવાથી પગ દુખે અથવા વધુ કામ કરવાથી કમરમાં થાક લાગે ત્યારે તેને સંપૂર્ણ દૂર કરવા માટે સાદા નાળિયેર તેલથી મસાજ કરવી વધુ ફાયદાકારક છે. નાળિયેર તેલથી માલિશ કર્યાના એક કલાક પછી જ્યારે તમારી ત્વચા સંપૂર્ણપણે તેલને શોષી લે પછી જ સ્નાન કરવા જવું.

ચહેરા અથવા શરીરની મસાજ માટે તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જો તમને નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારની સમસ્યા થાય છે તો તેને તરત જ બંધ કરી દો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *